દિવાળીમાં ઘરે જ બનાવો ટેસ્ટી મગસ, મહેમાનો થઇ જશે ખુશ

મગસનું નામ પડતા જ ખાસ કરીને લોકોના મોંમાં પાણી આવી જાય છે. જે ચણાના લોટમાંથી બનતી વાનગી છે. ખાસ કરીને મગસને પ્રસાદ તરીકે ચઢાવાય છે. પરંતુ દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક લોકો તેમના ઘરે અવનવા મિસ્ટાન બનાવતા હોય છે. તો આજે અમે તમારા માટે મગસની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ મગસ..

સામગ્રી

  • 500 ગ્રામ – ચણાનો લોટ
  • 50 ગ્રામ – માવો
  • 250 ગ્રામ – ખાંડ
  • 2 ચમચી – ઈલાયચી પાવડર
  • 10 નંગ – પીસ્તા
  • 10 નંગ – બદામ
  • 250 ગ્રામ – ઘી

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાનો લોટ અને ઘી મિક્સ કરીને ગાળી લો.

એક કઢાઈમાં બાકીનું ઘી ગરમ કરો અને તેમાં ચણાના લોટ અને ઘીનું મિશ્રણ ઉમેરો.

ચણાનો લોટ ગોલ્ડન બ્રાઉન રંગનો થાય ત્યા સુધી શેકો.

આ ચાસણીને ચણાના શેકેલા લોટમાં મિક્સ કરો.

તેમાં ઈલાયચી પાવડર ઉમેરો.

એક થાળીમાં ઘી લગાડીને રાખો અને આ મિશ્રણ તેમાં પાથરી દો.

મગસ પર પિસ્તા અને બદામ સજાવી દો અને ઠંડો પડે એટલે નાના ટુકડા કરી લો.

આ મગસ તમે એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે. તે સિવાય તમે મગસના લાડું પણ બનાવી શકો છો.

Share This