99 % લોકો નથી જાણતા કે કઈ રીતે દિવાળી ઉપર ફટાકડા ફોડવા ની થઈ શરૂઆત, શું તમે જાણો છો ?

દિવાળી નો તહેવાર ઘણી ધામધૂમ થી મનાવવા માં આવે છે. આ દિવસે દરેક ઘર માં દીવા પ્રગટાવવા ની સાથે નાના-મોટા પકવાન પણ બને છે. જ્યાં એક બાજુ મિઠાઈ ની મીઠાશ હોય છે, તો ત્યાં બીજી બાજુ ફટાકડા ની મનમોહવા વાળી અવાજ હોય છે. આટલું જ નહીં, આ દિવસે ફટાકડા થી આખુ આકાશ ઝગમગાઈ જાય છે. આ દિવસો માં જો રાત્રે આકાશ ની બાજુ જોવા માં આવે તો જાણે એવું લાગે છે કે સાક્ષાત દેવી દેવતા આ તહેવાર ને મનાવવા માટે આકાશ માંથી આપણ ને જોઈ રહ્યા છે. દિવાળી ના દિવસે દરેક ફટાકડા જરૂર ફોડે છે, તો ચાલો જાણીએ આના થી જોડાયેલા કેટલાક રહસ્યો ?

દિવાળી ના દિવસે ફટાકડા ફોડવા માં તો દરેક ને આનંદ મળે છે, પરંતુ શું તમે જાણો છો કે આખરે દિવાળી ના દિવસે ફટાકડા ફોડવા ની શરૂઆત ક્યાંથી થઈ ? અને આની પાછળ નું સાચું કારણ શું છે ? કદાચ તમારો જવાબ એ જ હશે કે આપણે ખુશી માટે આ બધું કરીએ છીએ, પરંતુ આજે અમે તમને આની પાછળ નું સાચું કારણ બતાવવા જઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે આખરે પહેલીવાર ફટાકડા ફોડવા ની શરૂઆત ક્યાંથી અને કઈ રીતે થઈ ?

ક્યાંથી થઈ ફટાકડા ફોડવા ની શરૂઆત ?

મોગલ ના રાજ મા દિવાળી માત્ર દીવા પ્રગટાવી ને મનાવવા માં આવતી હતી, પરંતુ એ સમયે પણ ગુજરાત ના કેટલાક વિસ્તાર માં ફટાકડા ફોડવા ની પરંપરા હતી. મોગલ ના રાજ પછી ઔરંગઝેબ એ દિવાળી પર દીવા પ્રગટાવવા ની અને ફટાકડા નો ઉપયોગ કરવા ઉપર સાર્વજનિક રીતે પ્રતિબંધ લગાવી દીધો, જેના પછી કોઈપણ દીવા નહતા પ્રગટાવતા અને ફટાકડા નહોતા ફોડતા. ત્યાર બાદ અંગ્રેજો એ એક્સપ્લોઝિવ એક્ટ લાગુ પાડ્યું, જેમાં ફટાકડા ફોડવા નું, વેચવા નું અને ફટાકડા બનાવવા ઉપર પ્રતિબંધ લગાવવા માં આવ્યુ અને પછી દિવાળી એમજ ચૂપચાપ મનાવવા માં આવતી હતી.

અય્યા નાદર અને શનમુગા નાદર એ ફટાકડા ફોડવા ની કરી શરૂઆત

એ સમયે જ્યારે ભારત પોતાની આઝાદી માટે લડી રહ્યું હતું, એ સમયે વર્ષ 1923 માં અય્યા નાદર અને શનમુગા નાદર એ આ દિશા માં એક પહેલું કદમ વધાર્યું. હા તો, કામ ની શોધ માં બંને કલકત્તા ગયા અને ત્યાં બંને એ માચીસ ની ફેક્ટરી માં કામ શરૂ કર્યું. ત્યાં થી કામ શીખ્યા પછી બંને પોતપોતાના ઘરે પાછા ફર્યા અને પછી ત્યાં એમણે માચીસ ની ફેક્ટરી ખોલી. તમે વિચારી રહ્યા હશો કે ફટાકડા ની વાત કરતા કરતા અમે માચીસ ની વાત કેમ કરવા લાગ્યા, તો બતાવી દઈએ કે માચીસ વગર તો ફટાકડા ની કોઈ કિંમત જ નથી.

આ વર્ષે લગાવવા માં આવી ફટાકડા ની પેહલી ફેક્ટરી

બતાવી દઈએ કે વર્ષ 1940 માં સરકાર દ્વારા એક્સપ્લોઝિવ એક્ટ માં સંશોધન કરવા માં આવ્યું, જેમાં એક ખાસ પ્રકાર ના ફટાકડા ઉપર થી પ્રતિબંધ ખસેડવા માં આવ્યું અને આનો ફાયદો ઉઠાવી ને નાદર બ્રધર્સે એ વર્ષ 1940 માં ફટાકડા ની પહેલી ફેક્ટરી લગાવી. આ ફટાકડા ની પહેલી ફેક્ટરી હતી, જેને લઈ ને બધા ઘણા ઉત્સાહિત હતા. શિવકાશી થી શરૂ થયેલી આ ફેક્ટરી ને આના માલિકો એ દિવાળી થી જોડી દીધું, જેના પછી થી લઈ ને અત્યાર સુધી દરેક દિવાળી ઉપર ફટાકડા ફોડે છે. બતાવી દઈએ કે આજ ના સમય માં શિવકાશી માં ફટાકડા ની 189 ફેક્ટરીઓ છે. આની સાથે જ તમને એ પણ બતાવી દઈએ કે શિવકાશી તમિલનાડુ માં આવેલું છે.

Share This