ધનતેરસ પર આ મુહૂર્ત મા દીવા પ્રગટાવવું બતાવવા માં આવ્યું છે સૌથી શુભ, પ્રસન્ન થઈ ને કુબેર કરશે ધનવર્ષા

દિવાળી ના તહેવાર માં હવે થોડાક દિવસ બચ્યા છે અને આને લઈ ને લોકો માં ઘણી ઉત્સુકતા પણ છે. આવા માં બધા લોકો એ જાણવા માટે ઘણા ઉત્સુક છે કે ધનતેરસ ક્યારે છે અને ધનતેરસ ના દિવસે શું કરવા નું છે, પૂજા માટે શુભ મુહૂર્ત વગેરે ની જાણકારી ને લઈ ને દરેક ઘણા ઉત્સુક રહે છે. તમારી જાણકારી માટે બતાવી દઈએ કે કાર્તિક કૃષ્ણપક્ષ ની ત્રયોદશી તિથિ ના દિવસે ભગવાન ધન્વંતરિ નો જન્મ થયો હતો અને એટલા માટે આ તિથિ ને ધનતેરસ અથવા ધન ત્રયોદશી ના નામ થી ઓળખવા માં આવે છે. અમે તમને આગળ બતાવીશુ ધનતેરસ ના દિવસે દીવા પ્રગટાવવા નું શુભ મુહૂર્ત.

બતાવી દઇએ કે આ વખતે 7 નવેમ્બર 2018 દિવાળી ના ત્રણ દિવસ પહેલાં એટલે કે 5 નવેમ્બરે ધનતેરસ નો તહેવાર આવી રહ્યું છે. માન્યતાઓ ના પ્રમાણે આ દિવસે બધા લોકો નવા નવા વાસણો, ઘરેણા અને કપડા આ પ્રકાર ની કીમતી વસ્તુઓ ખરીદે છે. અને આ દિવસ થી દીવા પ્રગટાવવા નું શરૂ થાય છે.

શું છે ધનતેરસ ની કથા

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે ધનતેરસ નો તહેવાર મનાવવા ની પાછળ ઘણી પ્રાચીન કથા છે જેમાં દેવ અને દાનવો ની વચ્ચે થયેલા સમુદ્રમંથન નું વર્ણન કરવા માં આવે છે. માનવા માં આવે છે કે કૃષ્ણપક્ષ ની ત્રયોદશી એ સમુદ્ર મંથન ના સમયે ભગવાન ધન્વંતરિ પ્રગટ થયા હતા,એટલા માટે આ દિવસ ને ધન ત્રયોદશી કહેવા માં આવે છે. ધન અને વૈભવ આપવા વાળી આ ત્રયોદશી નું વિશેષ મહત્વ માનવા માં આવ્યું છે અને આ દિવસે ‘ધન તેરસ’ મનાવવા માં આવે છે. ઘણી જગ્યા એ આને ‘ધન્વંતરિ ત્રયોદશી’ ના નામ થી પણ ઓળખવા માં આવે છે.

ધનતેરસ પર ખરીદી કરવા ની સાથે ધન ની દેવી માં લક્ષ્મી, કુબેર અને ભગવાન ધનવંતરિ ની પૂજા પણ કરવા માં આવે છે અને આજ ના આ લેખ માં અમે તમને બતાવીશું કે કયા સમયે ધનતેરસ પર દીવા પ્રગટાવવું શુભ છે અને શાસ્ત્રો ના પ્રમાણે કયું છે દીવા પ્રગટાવવા નું શુભ મુહૂર્ત.

ધનતેરસ એ દીવા પ્રગટાવવા નું શુભ મુહૂર્ત

ધનતેરસ ની પૂજા શુભ મુહૂર્ત માં કરવી જોઈએ અને આવા માં તમને બતાવી દઈએ કે આ દિવસે સવારે પહેલા તેર દીવા પ્રગટાવી ને તિજોરી માં કુબેર નું પૂજન કરવું જોઈએ કારણકે આપણ ને ધન સંપતિ કુબેર દેવતા થી જ મળે છે અને આવા માં એમનું ધ્યાન કરી ને ફૂલ ચઢાવવા જોઈએ. ત્યારબાદ ધૂપ,દીપ, નૈવૈદ્ય થી પૂજન કરો. આ દિવસે સ્થિર લક્ષ્મી પૂજન નું વિશેષ મહત્વ છે.

ધનતેરસ ના દિવસ નું શુભ મુહૂર્ત સાંજ ના 6.05 વાગ્યા થી 8.01 વાગ્યા સુધી નો છે. આ શુભ મુહૂર્ત નો સમય 1 કલાક ને 55 મિનિટ સુધી રહેશે. આ સમયે પ્રદોષકાળ સૂર્યાસ્ત પછી સાંજે 5.29 થી રાત્રે 8.07 વાગ્યા સુધી રહેશે, માનવા માં આવે છે કે યમ દીપ દાન અને લક્ષ્મી પૂજન આ મુહૂર્ત માં કરવું જોઈએ.

આના સિવાય બતાવી દઈએ કે વૃષભ કાળ  સાંજે 6.05 વાગ્યા થી રાત્રે 8.01 વાગ્યા સુધી રહેશે અને આના સિવાય ધનતેરસ નો પ્રારંભ 5 નવેમ્બરે સવારે 01.24 વાગ્યા થી રહેશે અને રાત્રે 11.46 વાગે સમાપ્ત થશે.

બતાવી દઇએ કે ધનતેરસ ના દિવસે કુબેર દેવતા અને ધન્વંતરિ દેવ ની પૂજા કરવા માં આવે છે સાથે જ માતા લક્ષ્મી તથા ભગવાન ગણેશ ની પણ પૂજા થાય છે. આ દિવસે મા લક્ષ્મી અને ગણેશજીની પણ પૂજા થાય છે. જ્યોતિષ ના પ્રમાણે ધનતેરસ ના દિવસે શુભ મુહૂર્ત મા કરવા માં આવેલી ખરીદી જીવન માં ઘણી બધી સફળતા અને સમૃદ્ધિ લઈ ને આવે છે. ધનતેરસ એ દીવા પ્રગટાવવા નું શુભ મુહૂર્ત ઉપર તમે દીવા પ્રગટાવી ને ધન ના દેવતા કુબેર દેવ ને પ્રસન્ન કરી શકો છો.

Share This