ભારત ની આ બહાદુર પુત્રી ઉપર પાકિસ્તાન ને જ નહીં US ને પણ છે ગર્વ, જાણો આમની રીયલ લાઈફ સ્ટોરી

નીરજા ભનોટ22 વર્ષ ની એક છોકરી જેણે આખી દુનિયા માં માણસાઈ ની ગજબ મિશાલ બતાવી છે. આટલી નાની ઉંમર માં નીરજા એ બીજા નો જીવ બચાવતા પોતાનો જીવ આપી દીધો. આ કામ તો સામાન્ય રીતે સેના ના જવાનો નું હોય છે પરંતુ નીરજા સેના ની જવાન તો ન હતી પરંતુ એના માં બહાદુરી અને સાહસ ઘણું હતું. નીરજા એ જ્યારે પોતાનો જીવ આપ્યો તો આ એના બાળપણ અને જુવાની ની વચ્ચે ની ઉંમર હતી. એટલે કે જુવાની માથા ઉપર સવાર થવા ના પ્રયત્ન કરી રહી હતી. જ્યારે બાળપણ નો અનુભવ પણ મન માં સુખ ભરી દેતું હતું. આવી ઉંમર માં બીજા માટે જીવ આપવો, એ નીરજા ની જેમ કોઈ સાહસી અને બહાદુર જ કરી શકે છે.

નીરજા ભનોટનુ શરૂઆતી જીવન :

હરીશ ભનોટના ઘરે 7 સપ્ટેમ્બર 1963 એ જન્મી નીરજા ભનોટ.નીરજા નો જન્મ ચંડીગઢ માં થયો. માત્ર 21 વર્ષ ની ઉંમર માં લગ્ન થઈ ગયા. વૈવાહિક જીવન થી હેરાન નીરજા લગ્ન ના માત્ર બે મહિના પછી પોતાના મમ્મી-પપ્પા ની પાસે પાછી આવી ગઈ. ત્યારબાદ પૈન અમએરલાઇન્સ માં ફ્લાઇટ એટેંડેંટની નોકરી માટે એપ્લાય કર્યું અને એમાં એમનું સિલેક્શન થઇ ગયું. ફ્લાઇટ એટેંડેંટસિલેક્શન પછી નીરજા માયામિ ગઈ. અને ત્યાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. પ્રશિક્ષણ દરમ્યાનનીરજા એ પ્લેન ની અંદર એન્ટી હાઇજેકીંગ નામ ના કોર્સ માં એડમિશન લીધું. પરિવાર વાળાઓ એ આનો વિરોધ કર્યો અને આ કોર્સ માં એડમિશન લેવા માટે ના પાડી દીધી. ઘરવાળાઓ એ નોકરી પણ છોડવા નું કહી દીધું. પરંતુ નીરજા ની સમજદારી અને દેશ ના પ્રતિ જવાબદારી બતાવતા પોતાના ઘરવાળાઓ ને મનાવી લીધા. તમને બતાવી દઈએ કે નીરજા પૈન અમ માં ફ્લાઇટ એટેંડેંટ બનવા ની પહેલા મોડલિંગ નું પણ કામ કરતી હતી. વિકો અને ગોદરેજ ડિટર્જન્ટ પાઉડર જેવી વસ્તુઓ ના એડ માં પણ કામ કર્યું.

પેન એમ પ્લેન હાઇજેક –

પાકિસ્તાન ના કરાંચી એરપોર્ટ પર અબુ નિદાલ ગ્રુપ ના ચાર આતંકવાદીઓ એ પૈન અમ ફ્લાઇટ73 જે મુંબઈ થી ન્યૂયોર્ક જઈ રહી હતી,તારીખ 5 સપ્ટેમ્બર 1986 નો દિવસ હતો. જે ફ્લાઈટ માં 361 યાત્રી અને 19 ફ્લાઇટ ના ક્રૂ મેમ્બર ફ્લાઈટ માં હતા, અને આ ફ્લાઇટ ને હાઇજેક કરી લીધી. નીરજા એ જ્યારે આ વાત ફ્લાઇટ ના પાયલોટ ને બતાવી તો ફ્લાઇટ માં આવેલા ત્રણેય પાયલોટ સુરક્ષિત નીકળી ગયા. હવે ફ્લાઇટ માં આવેલા બધા યાત્રીઓ ની જવાબદારી નીરજા ઉપર આવી ગઈ,કારણકે નીરજા ફ્લાઈટ માં સિનિયર એટેન્ડન્ટ ના રૂપ માં હતી. આતંકવાદીઓ એ નિરજા ને બધા ના પાસપોર્ટ ભેગા કરવા નું કીધું,તેનાથી એમને એ ખબર પડી શકે કે કોણ અમેરિકી છે. નીરજા એ પોતાની સમજદારી ની સાથે પાસપોર્ટ ભેગા કર્યા અને અમેરિકી લોકો ના પાસપોર્ટ સંતાડી દીધા. 15-17 કલાક પછી આતંકવાદીઓ એ પ્લેન માં બોમ્બ ફિટ કરી દીધો.

આના પછી નીરજા ઉપર યાત્રીઓ ને સુરક્ષિત બહાર કાઢવા ની જવાબદારી આવી ગઈ. અને નીરજા એ પોતાની આ જવાબદારી ઘણી સારી રીતે પૂરી કરી અને પ્લેન ના ઈમરજન્સી દ્વાર ખોલી દીધા જેના થી યાત્રી ઓને સુરક્ષિત કાઢી શકાય. ત્રણ બાળકો ને નીરજા પ્લેન થી બહાર કાઢી રહી હતી,બાળકો તો બહાર નીકળી ગયા પરંતુ નીરજા ઉપર આતંકવાદીઓ એ ગોળીઓ ચલાવી દીધી. અને નીરજા જેના પોતાના કેટલા સપના રહ્યા હશે, પરંતુ માનવતા અને બીજા ને બચાવવા માં પોતાનો જીવ ગુમાવી દીધો.

નીરજા ને મળ્યો ઘણા દેશ થી એવોર્ડ –

ભારત સરકારે આ બહાદુરી માટે નીરજા ને અશોક ચક્ર થી સન્માનિત કર્યું. ત્યાં જ પાકિસ્તાન ની સરકારે પણ તમગા એ ઇન્સાનિયત નો એવોર્ડ આપ્યો. 2005 માં અમેરિકા એ પણ નીરજા ને જસ્ટિસ ફોર ક્રાઇમએવોર્ડ થી સન્માનિત કર્યો. ભારત સરકારે નીરજા નું સન્માન કરતા 2004 મા ટપાલ ટિકિટ પણ બહાર પાડી. ભારત માં 2016 માં રામ માધવાની દ્વારા નિર્દેશિત અને સોનમ કપૂર દ્વારા અભિનીત નીરજા નામ ની ફિલ્મ પણ બની. આખી દુનિયા નીરજા ને “હિરોઈન ઓફ હાઈજેક” ના નામ થી ઓળખે છે.

Share This