સ્ત્રી અને પૈસા માંથી કોઈ એક ને ચૂંટવું હોય તો કોને ચૂંટશો તમે, જાણો શું કહે છે ચાણક્ય

ભારત હંમેશા થી જ જ્ઞાનીઓ નો દેશ રહ્યું છે. અહીંયા એક થી ચઢિયાતા એક જ્ઞાનીઓ એ જન્મ લીધો છે. પ્રાચીન કાળ થી લઈ ને અત્યાર સુધી અહીંયા જ્ઞાન ની કોઈ કમી નથી. આજે પણ ભારત ના લોકો આખી દુનિયા માં પોતાના જ્ઞાન ના કારણે ઓળખાય છે. જ્ઞાન જ આજ ના સમય માં એ પૂંજી છે,જેની મદદ થી તમે બધું મેળવી શકો છો. જ્યારે જ્ઞાન ની વાત કરવા માં આવે તો સૌથી પહેલા આચાર્ય ચાણક્ય નું નામ આવે છે. આચાર્ય ચાણક્ય ઘણા જ્ઞાની વ્યક્તિ હતા. એમણે પોતાના જીવન માં ઘણું જ્ઞાન એકત્ર કર્યું હતું. એમણે પોતાના જ્ઞાન ને પોતાના સુધી સીમિત ન રાખી ને લોકો ની ભલાઈ માટે એક પુસ્તક નું રૂપ આપ્યું.

તમને જાણી ને હેરાની થશે કે આચાર્ય ચાણક્ય ને ઘણા વિષયો ની ઘણી સારી જાણકારી હતી. એમને નીતિશાસ્ત્ર,અર્થશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર ની સાથે અન્ય ઘણા વિષયો ની પણ જાણકારી હતી. એમણે પોતાના જ્ઞાન અને બુદ્ધિ ના કારણે ચંદ્રગુપ્ત જેવા એક સાધારણ વ્યક્તિ ને દેશ નો સૌથી મોટો રાજા પણ બનાવ્યો હતો, જેમનું નામ આજે પણ લેવા માં આવે છે. ચંદ્રગુપ્ત ને રાજા બનાવીને એ પોતે એમના મંત્રી બન્યા. જ્યારે પણ ચંદ્રગુપ્ત ને કોઈ સલાહ ની જરૂરત હોય તો આ એમને આપતા હતા.

ચાણક્યે બતાવેલી કેટલીક ખાસ વાતો :

આચાર્ય ચાણક્ય ઘણી એવી વાતો એ સમયે કીધી હતી જે આજ ના સમય માં એકદમ બરાબર બેસે છે. આજે પણ જે વ્યક્તિ એમની વાતો માની ને એમના પ્રમાણે કામ કરે છે, એના જીવન માં ક્યારેય પણ મુશ્કેલી નો સામનો નથી કરવો પડતો. ચાણક્ય જીવન ના વિશે ઘણી એવી મહત્વપૂર્ણ વાતો બતાવી છે, દરેક વ્યક્તિ એ જાણવી જોઈએ. ચાણક્યનીતિ દર્પણ ના પહેલા અધ્યાય ના છઠ્ઠા શ્લોક માં ચાણક્ય સ્ત્રી અને પૈસા ના વિશે કેટલીક ખાસ વાતો બતાવી છે. જેમાં બતાવવા માં આવ્યું છે કે પૈસા વધારે જરૂરી છે કે સ્ત્રી.

ચાણક્યે એ પણ બતાવ્યું છે કે સમય ની સાથે પૈસા ની રક્ષા ક્યારે અને કેવી રીતે કરવી જોઈએ. ત્યાં જ પૈસા અને સ્ત્રી માંથી કોઈ એક ને ચૂંટવા ના માટે કહેવા માં આવે તો કોની ચૂંટણી યોગ્ય હશે. ત્યાં ચાણક્ય એ પણ બતાવ્યું કે જ્યારે વાત પોતાની રક્ષા કરવાની આવે તો કોણે ચૂંટવું જોઈએ. પોતાની વાત ચાણક્ય એ એક શ્લોક ના માધ્યમ થી બતાવી છે.

શ્લોક :

આપદાર્થ ધનં રક્ષેચ્છ્રીમતાં કુત આપદ: |

કદાચિચ્ચલતે લક્ષ્મી:સંચિતોડપિવિનશ્યતિ

અર્થ:

આચાર્ય ચાણક્યે બતાવ્યું કે પૈસા ની રક્ષા કરવી જોઈએ એટલે કે બચત કરવી જોઈએ. કેમ કે આ જ પૈસો મુસીબત ના સમયે આપણી રક્ષા કરે છે. પરંતુ જ્યારે સ્ત્રી અને પૈસા માથી કોઈ એક ને ચૂંટવા ની વાત આવે તો પૈસા ને છોડી ને સ્ત્રી ને ચૂંટવું જોઈએ. ધર્મ ને સંસ્કારો ની સાથે સ્ત્રી તમારા પરિવાર ની રક્ષા કરે છે. કોઈપણ સ્ત્રી ના વગર ધર્મ-કર્મ અધૂરા માનવા માં આવે છે અને વગર સ્ત્રી ના ગૃહસ્થાશ્રમ પણ પૂરું નથી થતું. પરંતુ જ્યારે વાત આત્મા ને બચાવવા ની આવે તો એ સમયે સ્ત્રી અને પૈસા બન્ને નો મોહ છોડી દેવો જોઈએ. ત્યારે પોતાને આધ્યાત્મ ના દમ પર પરમાત્મા થી જોડી લેવો જોઈએ.

Share This