પગ માં બળતરા ની સમસ્યા થી છો હેરાન તો જાણો આનું કારણ અને ઘરેલુ ઉપાય શું છે ?

ગરમી ની સિઝન માં પગ માં બળતરા થવી એ એક સામાન્ય બાબત છે. આનો શિકાર કોઈપણ ઉંમર ના લોકો થઇ શકે છે. આ સમસ્યા બાળકો થી લઈ ને મોટા માણસ સુધી બધા માં થાય છે. આ સમસ્યા હંમેશા ગરમી ના દિવસો માં જોવા મળે છે. આમાં સૌથી પહેલાં પીડિત ના પગ મા હલકો હલકો દુખાવો થાય છે અને આને અવગણવા થી આ દુખાવો વધી જાય છે અને એક સમય એવો આવે છે જ્યારે પીડિત વ્યક્તિ પોતાના પગ ઉપર ઉભો નથી થઈ શકતો અને એને ચાલવા ફરવા માં પણ મુશ્કેલી થાય છે.

આ સમસ્યા નું મુખ્ય કારણ છે પગ માં રુધિર નો પ્રભાવ ઓછો થાય છે કારણ કે આના થી નસો કમજોર થઈ જાય છે. પગ માં બળતરા એક દુઃખદાયક અનુભવ છે. પગ માં જો એક કાંટો પણ વાગી જાય તો ઘણું દુઃખ થાય છે,કારણ કે આખા શરીર નો ભાર આપણા પગ પર હોય છે,એટલા માટે પગ માં બળતરા થવું અથવા તો દુખાવો થવો એ આખા બોડી ને પ્રભાવિત કરે છે. એટલા માટે આની સંભાળ કરવી જરૂરી છે. તો આવો જાણીએ પગ માં બળતરા થવા નું કારણ અને આને સારા કરવા ના કેટલાક ઘરેલુ ઉપાયો.

પગ માં બળતરા થવા ના કારણો :

નર્વસ સિસ્ટમ માં કમજોરી –  તંત્રિકા તંત્ર માં કમજોરી આવવા ના કારણે પગ માં બળતરા નું મુખ્ય કારણ છે. તંત્રિકા તંત્ર એ આપણા મસ્તિષ્ક ને સંદેશો પહોંચાડે છે કે શરીર માં દુખાવો થઈ રહ્યો છે. તંત્રિકા તંત્ર જો ક્ષતિગ્રસ્ત થઈ જાય તો પગ માં બળતરા નો અનુભવ થવા લાગે છે. તંત્રિકા તંત્ર જો વધારે ક્ષતિગ્રસ્ત થઈ જાય તો વધારે સક્રિય થઈ જાય છે અથવા તો પછી બિલકુલ કામ નથી કરતી. આ જ કારણથી ક્યારેક-ક્યારેક પગ માં બળતરા ન હોવા છતાં પણ મસ્તિષ્ક ને દુખાવા નો સંદેશ આપે છે.

પગ ની નસો કમજોર હોવી –પગ ની નસો જો કમજોર થઈ જાય તો હંમેશા ઝણઝણાટી અને પગ શૂન થવા જેવી સમસ્યા રહે છે. આ કારણ થી પણ ક્યારેક પગ માં બળતરા થવા લાગે છે.

દારૂ નું વધારે પડતું સેવન –દારૂ વધારે પડતું પીવા થી પણ નર્વસ સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ક્ષતિગ્રસ્ત નર્વસ સિસ્ટમ થી તમારે ઘણા પ્રકાર ની શારીરિક સમસ્યાઓ થી પસાર થવું પડે છે.

વિટામીન બી -12 ની કમી –વિટામીન બી -12 આપણા શરીર માં ઘણા પ્રકાર ની શારીરિક ગતિવિધિઓ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે બી -12 ની કમી થી પગ માં ઝણઝણાટી અને બળતરા થાય છે.

ઉચ્ચ રુધિર દબાણ-ઉચ્ચ રુધિર દબાણ પણ પગ માં બળતરા નું કારણ બની શકે છે. કારણકે ઉચ્ચ રુધિર દબાણ ના સમયે પગ માં રુધિર પરિભ્રમણ માં મુશ્કેલી આવે છે આ કારણ થી પગ ની પલ્સ રેટ અને તાપમાન અસામાન્ય રહે છે. જે પગ માં બળતરા નું કારણ બને છે.

પગ ની બળતરા ને સારું કરવા ના કેટલાક ઘરેલુ ઉપાય :

ઠંડુ પાણી –ઠંડુ પાણી પગ ની બળતરા ને ઓછી કરવા માં મદદ કરે છે. એ પગ ની બળતરા, ઝણઝણાટી અને દુખાવો ઓછું કરવા માં મદદગાર છે. ટબ માં ઠંડુ પાણી લઈને એમાં કેટલીક વાર સુધી પગ ને બોળી ને રાખવા થી બળતરા થી તરત રાહત મેળવી શકાય છે.

આદુ –આદુ શરીર માં રુધિર પરિભ્રમણ વધારવા માં મદદરૂપ થાય છે. જેનાથી બળતરા થી જલ્દી રાહત મળે છે. આદુ ના રસ ને નારિયેળ ના તેલ ની સાથે મિક્સ કરી ને પગ માં માલિશ કરવા થી પણ બળતરા થી રાહત મળી શકે છે. આદુ વાળી ચા પણ આનો વૈકલ્પિક ઉપાય હોઈ શકે છે.

સરસવ નું તેલ –સરસવ નું તેલ કુદરતી ઔષધિ માનવા માં આવે છે. સરસવ ના તેલ થી પગ ના તળિયા ની માલિશ કરવા થી બળતરા માં ઘણી રાહત મળશે.

હળદર –હળદર થી રક્ત પરિભ્રમણ યોગ્ય કરવા માં ઘણી મદદ મળે છે. કારણ કે આમાં કરક્યુમિન નામ નું પ્રોટીનસારી માત્રા માં જોવા મળે છે. આના સિવાય એમાં અનઉત્તેજક ગુણ પણ જોવા મળે છે જે પગ માં દુખાવો અને ઝણઝણાટી ને ઓછું કરવા માં મદદ કરે છે જો તમે પગ માં બળતરા ની સમસ્યા માંથી પસાર થઇ રહ્યા છો તો ગરમ પાણી માં હળદર મેળવી ને પીવું અથવા તો આના સિવાય દૂધ માં પણ હળદર મેળવી ને પી શકો છો અથવા તો હળદર નું પેસ્ટ પણ બનાવી અને પગ ના તળિયા માં લગાવી શકો છો. આના થી પણ તમને ઘણી રાહત મળી શકે છે.

Share This