ભાનગઢ નો કિલ્લો : અહીંયા સૂરજ આથમતા જ જાગી જાય છે આત્માઓ

ભાનગઢ નો કિલ્લો :આ દુનિયા માં એવી ઘણી જગ્યાઓ છે જે ડરાવની એટલે કે શ્રાપિત જગ્યાઓ કહેવા માં આવે છે. ભાનગઢ નો કિલ્લો પણ એમાથી જ એક છે. રાજસ્થાન માં જયપુર અને અલ્વર ની વચ્ચે આવેલો ભાનગઢ નો કિલ્લો  ભૂતો નો કિલ્લો કહેવા માં આવે છે. આ કિલ્લા ને લઈ ને ઘણી વાર્તાઓ પ્રચલિત છે. કેટલાક લોકો એ આ કિલ્લા નું નામ સાંભળી ને ડરી જાય છે. આ કિલ્લા નું નામ સાંભળી ને ડરી જાય છે. જુના કિલ્લા, ખંડેરો અથવા મહેલો નો પોતાનો કોઈ ને કોઈ ભૂતકાળ જરૂર હોય છે. જે એમને રૂહ થી જોડે છે. આવી જગ્યા ઉપર માણસ ઈચ્છી ને પણ પોતાના ડર ઉપર કાબુ નથી કરી શકતો. દુનિયા માં આવા ઘણા રહસ્યમય કિલ્લા છે, જેમનું પોતાનું અલગ જ ભૂતકાળ હોય છે. એમાંથી જ એક છે ભાનગઢ નો કિલ્લો સૌથી વધારે ફેમસ છે. કહેવા માં આવે છે કે સૂર્યોદય ની પહેલા અને સૂર્યાસ્ત પછી ભાનગઢ ના કિલ્લા માં જવું મૃત્યુ ને બોલાવવા સમાન છે. લોકો ને સાંજ થતાં જ કિલ્લા થી દૂર રહેવા ની ચેતવણી આપવા માં આવે છે. એવી માન્યતા છે કે સૂર્ય આથમ્યા પછી આ કિલ્લા માં પ્રેતાત્મા ઓ ભટકવા લાગે છે.


કિલ્લા નું નિર્માણ

ભાનગઢ ની વાર્તા તો લગભગ બધા એ સાંભળી છે પરંતુ તેમ છતાં પણ કોઇ પણ વ્યક્તિ આના થી રહસ્ય નથી જાણી શક્યો. બતાવવા માં આવે છે કે ભાનગઢ નો કિલ્લો સત્તરમી સદી માં બનાવડાવવા માં આવ્યું હતું. આ કિલ્લા ને માનસિંહ નાનાનાભાઈ માધો સિંહ એબનાવ્યું હતું. રાજા માધો સિંહ અકબર ની સેના મા જનરલ પદ પર રહી ચૂક્યા છે. વિશાલ આકૃતિ માં બનેલો ભાનગઢ નો કિલ્લો એક સમય માં 10 હજાર જનસંખ્યા થી ભરેલો હતો. આ કિલ્લા ને બનાવવા માટે સરસ શિલ્પ કલા નો ઉપયોગ કરવા માં આવ્યો છે. જિલ્લા માં પાંચ મુખ્ય દ્વાર છે અને એને બનાવવા માટે મજબૂત પત્થર નો ઉપયોગ કરવા માં આવ્યો છે.

જાદુગર સિંધિયા


જોવા માં ભાનગઢ નો કિલ્લો જેટલો મોટો તેમજ વિશાળ છે એનો ભૂતકાળ એટલું જ ખરાબ તેમજ ભયાનક છે. એક માન્યતા પ્રમાણે ભાનગઢ ની રાજકુમારી રત્નાવતી એ આ કિલ્લા ને મોઢા થી ગળી લીધું હતું. પુરાતન ગ્રંથ થી એ ખબર પડે છે કે રત્નાવતી ઘણી સુંદર હતી અને એમની સુંદરતા ના ચર્ચા રાજ્ય માં ફેલાયેળ હતા. રત્નાવતી થી લગ્ન કરવા માટે દરેક રાજકુમાર ઉત્સુક હતા. રત્નાવતી ની ઉંમર માત્ર 18 વર્ષ હતી જ્યારે આમના માટે રાજ્યો થી વિવાહ નો પ્રસ્તાવ આવવા ના શરૂ થઇ ગયા. રાજકુમારી હંમેશા પોતાની સખીઓ ની સાથે બજાર માં ફરવા નીકળતી હતી. એક દિવસ રાજકુમારી અતર ની દુકાન ઉપર અત્તર ખરીદવા પોહચી તો દુકાન થી થોડી જ દૂર સિંધિયા નામ નો એક જાદુગર ઉભો એમને ધ્યાન થી જોઈ રહ્યો હતો. સિંધિયાએ જ રાજ્ય માં રહેતો હતો પરંતુ એ કાલા જાદુ નો મહારથી હતો. એ રાજ કુમારી થી પ્રેમ કરતો હતો અને એને મેળવવા માટે કંઈ પણ કરી શકતો હતો. અત્તર ની બોટલ ખરીદતી જોઈ ને એણે રાજકુમારી ને કાલા જાદુ થી પોતાના વશ માં કરવા નું વિચાર્યું.

રાજકુમારી ની મૃત્યુ

આના માટે એણે અત્તર ની બોટલ ઉપર કાળો જાદુ કરી દીધો. રત્નાવતી એ આ અત્તર ની બોટલ ને ઉઠાવ્યું,પરંતુ એને પાસે ના જ એક પથ્થર ઉપર ફેંકી દીધો. પથ્થર પર પટકાતાં એ બોટલ છૂટી ગઈ અને બધું અંતર પથ્થર ઉપર વિખરાઈ ગયું. આના પછી જે પથ્થર લપસતા એ તાંત્રિક સિંધિયા ની પાછળ ચાલી પડ્યું અને તાંત્રિક ને દબાઈ દીધો,જેનાથી એની મૃત્યુ થઇ ગઇ પરંતુ મરવા ની પહેલા જાદુગર એ શ્રાપ આપતાં કીધુ કે કિલ્લા માં રહેવા વાળા બધા લોકો જલ્દી મારી જશે અને એમની આત્મા ઓ હંમેશા આ કિલ્લા માં ભટકતી રહી જશે. તાંત્રિક ના કીધા પ્રમાણે કેટલાક દિવસ પછી ભાનગઢ અને અજબગઢ ની વચ્ચે એક યુદ્ધ ની શરૂઆત થઈ ગઈ અને કિલ્લા માં રહેવા વાળા બધા લોકો ની મૃત્યુ થઈ ગઈ.


આટલું જ નહી આ શ્રાપ એ રાજકુમારી ને પણ ઘેરી લીધો અને એમની પણ મૃત્યુ થઈ ગઈ. કહેવા માં આવે છે કે આટલા મોટા મૃત્યુ પછી આજે એ કિલ્લા માં લોકો ની બૂમો સંભળાય છે અને આત્માઓ ફરે છે. એટલા માટે સાંજ થતા જ ભાનગઢ કિલ્લો ખાલી કરી દેવા માં આવે છે અને લોકો ને એ કિલ્લા માથી બહાર કાઢી દેવામાં આવે છે. ભાનગઢ ની વાર્તા અથવા ભાનગઢ નું રહસ્ય આજે પણ લોકો ની વચ્ચે એક ડર બની ને જીવિત છે એટલા માટે લોકો આ કિલ્લા ના નામ થી જ કાંપી ઉઠે છે.

 

Share This