મેળવવા માંગો છો અભિનેત્રીઓ જેવી સુંદર ત્વચા તો જરૂર અજમાવો મિલ્ક બાથ, શું છે આના ફાયદા

ત્વચા ની સંભાળ માટે ઘણા પ્રકાર ના ઉપાય કરવા માં આવે છે. જેમાં ડાયેટ ચાર્ટ થી લઈ ને બાથિંગ સુધી નું વિશેષ ધ્યાન રાખવા માં આવે છે. ડાયેટ માં દૂધ ને માનવ શરીર માટે એક સંપૂર્ણ આહાર માનવા માં આવે છે. દૂધ પીવા ના તો અનેક ફાયદા છે જો સાથે જ દૂધ માં નહાવા થી પણ ઘણાં ફાયદા બતાવવા માં આવે છે. એટલે કે મિલ્ક બાથ ત્વચા ને સુંદર અને કોમળ બનાવવા માટે સહાયક છે.

નાહતી વખતે દૂધ નો ઉપયોગ કરી ને તમે પોતાના શરીર ને સોફ્ટ અને સુંદર બનાવી શકો છો. આના સિવાય મિલ્ક બાથ શરીર ને પોષણ આપવા માં પણ મદદગાર થાય છે. એટલે કે મિલ્ક બાથ શરીર ને સુંદર અને કોમળ બનાવવા માટે ઘણું લાભદાયક અને સારો નુસખો છે. તો આવો જાણીએ કે મિલ્ક નો ઉપયોગ બાથિંગ ના સમયે કઈ કઈ રીતે કરવા માં આવે છે અને આના શું ફાયદા છે.

મિલ્ક ફેસ માસ્ક ચહેરા ની ત્વચા ની સંભાળ માટે શરૂઆત માં દૂધ નો ઉપયોગ ફેસ માસ્ક બનાવી ને ચહેરા ઉપર લગાવી ને કરવા માં આવે છે. આના થી મોઢા ની ત્વચા હેલ્ધી અને સૉફ્ટ બને છે. જોકે આ નુસખો માત્ર ચહેરા માટે જ છે. જ્યારે આખા શરીર ની ત્વચા ની સંભાળ માટે મિલ્ક બાથઘણો સારો નુસખો થઈ શકે છે. મિલ્ક બાથ ને લઈ ને લોકો માં ભ્રમ પણ રહે છે. કેટલાક લોકો માને છે કે મિલ્ક બાથ એટલે દૂધ ને પોતાના શરીર ઉપર નાખી ને નાહવું. જ્યારે આવું બિલકુલ નથી.

મિલ્ક બાથ –મિલ્ક બાથ સદીઓ થી ચાલતું આવી રહેલો ઉપાય છે. મિલ્ક બાથ થી ત્વચા માં રંગત તો આવે જ છે સાથે જ ત્વચા સંબંધી બીમારીઓ પણ દૂર થઈ જાય છે. એટલા માટે કહેવા માં આવે છે કે રોજ નહીં તો ઓછા માં ઓછું એક નિશ્ચિત અંતર માં મિલ્ક બાથ જરૂર લેવું જોઈએ.

આવી રીતે કરો મિલ્ક બાથબાથટબ માં થોડા દૂધ ને મિક્સ કરી લો જેનાથી પાણી નો રંગ સફેદ થઈ જાય. ત્યારબાદ બાથટબ માં થોડી વાર આરામ કરો. ઇચ્છો તો તમે બાથટબ માં ગુલાબજલ અથવા તો પછી ગુલાબ ના ફૂલ ની પાંદડી પણ નાંખી શકો છો. આના સિવાય મિલ્કબાથ લેવા માટે ફૂલ ફેટ મિલ્ક નો પણ ઉપયોગ કરી શકો છો. એને ગરમ પાણી ની સાથે મિક્સ કરી ને એનાથી નહાઈ લો. ત્વચા માટે ફાયદાકારક રહેશે.

મિલ્કબાથ ના ફાયદા –

દૂધ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે સાથે જ દૂધ ના બીજા ફાયદા પણ છે. જેમાં ત્વચા સંબંધી ફાયદા પણ દૂધ થી થાય છે. દૂધ માં પ્રચૂર માત્રા માં વિટામિન અને કેલ્શિયમ જોવા મળે છે. જે સૂર્ય ના તેજ કિરણો થી ત્વચા ની રક્ષા કરે છે. આ કારણ થી આજકાલ લોકો મિલ્ક બાથલેવા નું પસંદ કરે છે. તો ચાલો જાણીએ કે મિલ્ક બાથ ના કયા કયા ફાયદા છે.

ત્વચા કોમળ બને છે –દૂધ માં આવેલા વિટામિન અને કેલ્શિયમ સન બર્ન ના પ્રભાવ ને ઓછો કરે છે. અને આના સિવાય દૂધ ત્વચા ના રૂક્ષપણા ને પણ ઓછું કરે છે અને શરીર ને કોમળ બનાવે છે.

પગ માં આરામ –મિલ્ક બાથ થી મૃત કોશિકાઓ સાફ થાય છે. મિલ્ક બાથપગ ને સાફ કરવા ની સાથે સાથે કોમળ પણ બનાવે છે.

વાળ ને કોમળ બનાવે છે –દૂધ માં આવેલા વિટામિન ડી વાળ ને પોષણ આપવા ની સાથે દૂધ થી વાળ ને ધોવા થી વાળ કોમળ બને છે.

Share This