દિવાળી ના દિવસે પીપળા ની નીચે દાટી દો આ નાની વસ્તુ, તો બધી મુશ્કેલીઓ નો આવી જશે અંત

આખા દેશ માં દિવાળી ની તૈયારી ઘણી જોરશોર થી ચાલી રહી છે, વાસ્તવ માં દિવાળી નો તહેવાર આવતાં જ બજાર માં એની ઝલક જોવા મળે છે કારણ કે દિવાળી ના દિવસો માં બજાર નવા સામાનો, ફટાકડા અને મિઠાઇઓ થી ભરાઈ જાય છે. એટલા માટે દિવાળી ના એક અઠવાડિયા પહેલા થી જ આની ઝલક બજાર માં જોવા મળે છે. શાસ્ત્રો ના પ્રમાણે દિવાળી નો તહેવાર ઘણુ શુભ માનવા માં આવે છે અને દિવાળી ના દિવસે ઘણા ઉપાય અને ટોટકા કરવા માં આવે છે. એવી માન્યતા છે કે દિવાળી ના દિવસે જે પણ ટોટકા અથવા ઉપાય કરવા માં આવે છે એ ઘણા ફળદાયી હોય છે એટલા માટે વધારે પડતા ઉપાયો લોકો અમીર બનવા માટે દિવાળી ના દિવસે કરવા માં આવે છે.

આવા માં આજે અમે તમને દિવાળી ના દિવસે કેટલાક ઉપાય અને ટોટકા ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેને કરી ને તમે પોતાના જીવન માં ઘણી બધી સમસ્યાઓ થી છુટકારો મેળવી શકો છો.

પૈસાદાર બનવા ના ટોટકા

દિવાળી ના દિવસે કરો પૈસાદાર બનવા ના ટોટકા

દિવાળી ના દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય ક્રિયા કરી લો પછી સ્નાન કરી લો, હવે ક્યાંય થી પણ પીપળા ના પાંચ તાજા અને લીલા પાંદડા પોતાના ઘરે લઈ આવો કારણકે પાંદડા સુકાયેલા અથવા કપાયેલા ફાટેલા ન હોવો જોઈએ,હવે આ પાંદડા ને ભગવાન ની સામે એક લાલ રંગ ના કપડા માં મૂકી દો. હવે પહેલાં પાંદડા ઉપર એક રૂપિયા નો સિક્કો મૂકી દો, આ સિક્કો તમારા ધન સંબંધી મુશ્કેલીઓ ને દૂર કરવા માં મદદ કરશે. હવે બીજા પાંદડા ઉપર સિંદૂર અને પાણી ની મદદ થી એક સાથિયો બનાવી દો,આનાથી તમારું ભાગ્ય બુલંદ થશે અને બધા કામ સરળતા થી થઇ જશે. ત્યાર બાદ ત્રીજા પાંદડા ઉપર ઘઉં અને ચોખા ના કેટલાક દાણા મૂકી દો કારણ કે આના થી તમારા ઘર માં ક્યારેય અન્ન ની કમી નહીં રહે અને હંમેશા ઉન્નતિ થતી રહેશે.

હવે ચોથા પાંદડા ઉપર કાજલ ની મદદથી  એક ક્રોસ નું નિશાન બનાવી દો. આનાથી તમને ક્યારે પણ કોઈ ની પણ ખરાબ નજર નહીં લાગે અને દુશ્મન તમારું કંઈ નહીં કરી શકે અને હવે છેલ્લા પાંચમાં પાંદડા ઉપર પોતાની પાંચ આંગળીઓ ના નિશાન લગાવી દો. આના માટે તમારે હળદર ના ઘોલ માં પોતાની આંગળીઓ બોડી ને પાંદડાં ઉપર છાપ મૂકો,આવું કરવા થી તમારું ખરાબ ભાગ્ય અને દુર્ભાગ્ય ક્યાંક દૂર ચાલ્યુ જશે. આવું કર્યા પછી ભગવાન ની આરતી કરો અને આરતી પૂરી થયા પછી સૌથી પહેલા આરતી ભગવાન ને આપો અને બીજી આરતી આ લાલ કપડા ઉપર રાખેલા પાંચ પાંદળા ને આપો અને છેલ્લે આરતી તમે પણ લો.

હવે ભગવાન ની સામે હાથ જોડી ને માથું ટેકવો અને આ લાલ કપડા ને બાંધી ને એની પોટલી બનાવી લો. એક વાત નું ધ્યાન રાખો કે પાંચ પાંદળા અને એના ઉપર મુકેલી સામગ્રીઓ આ લાલ કપડા ની પોટલી માં જ હોવી જોઈએ. હવે આ પોટલી ને લઈ ને કોઈ પીપળા નાવૃક્ષ ની પાસે જાઓ અને પીપળા ની હળદર કંકુ થી પૂજા કરો. હવે પાંચ અગરબત્તી લગાવો અને આ વૃક્ષ ની નીચે જમીન માં એક ખાડો કરો અને લાલ રંગ ની આ પોટલી ને ત્યાં દાટી દો. પોટલી દાટ્યા પછી તમે ત્યાંથી જતા રહો અને જતી વખતે પાછળ વળી ને ન જુઓ, જો તમે આ ઉપાય દિવાળી ના દિવસે કરો છો તો તમને ઘણા ચોંકાવી નાખે એવા પરિણામ જોવા મળશે.

Share This