અપનાવો આ 4 ટિપ્સ. સમાગમ માણવામાં મજા પડી જશે

પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક મીઠાશ તો ક્યારેક ખટાશ પેદા થઈ જતી હોય છે. પતિ-પત્નીના સંબંધોમાં પ્રેમ જળવાઈ રહે તે માટે સેક્સ એક જરૂરી પાસું બની રહે છે. લગ્ન કર્યાના થોડા વર્ષ સુધી કપલ સેક્સને લઈને ખૂબ જ ઉત્સાહી હોય છે પણ ધીમે-ધીમે ઘણા બધા લોકોને માટે સેક્સ બોરિંગ બની જતું હોય છે. આ કંટાળો લગ્નજીવનની મજા મારી નાખે છે. જો તમે તમારી સેક્સલાઇફને એક રોમાંચક મુકામે લઈ જવા માગતા હો તો આ ઉપાયો અજમાવવા રહ્યા.

એકબીજાને સાથ આપતાં રહો

સેક્સને લઈને પુરુષોમાં મહિલાઓ કરતાં વધારે જિજ્ઞાસા રહેતી હોય છે. પુરુષ ગમે ત્યાં અને ગમે ત્યારે સેક્સ માટે તૈયાર થઈ જતો હોય છે પરંતુ મહિલાઓનો વિચાર આ કરતાં અલગ હોય છે એટલે કે મહિલાઓ ગમે ત્યારે સેક્સ માટે તૈયાર હોતી નથી. જો તમારો પાર્ટનર ફિઝિકલ રિલેશન રાખવા માગતો હોય અને તમારો મૂડ રોમાન્સ માટેનો ન હોય તોપણ તેને પૂરતો સહયોગ આપો. જો તમે હળવાશથી અને પ્રેમભર્યા હળવા ચુંબનથી શરૂઆત કરશો તો રોમાન્સ આપોઆપ શરૂ થઈ જશે. બસ, તમારે તમારા સાથીને સાથ આપવાની જરૂર છે.

એક્સપ્રેશન

સેક્સ કરતી વખતે તમારે તમારાં એક્સપ્રેશન છુપાવવાં જોઈએ નહીં. તમારા સાચાં એક્સપ્રેશનથી તમારો પાર્ટનર ખૂબ જ ખુશ થશે અને તમે પણ તેનાં એક્સપ્રેશનથી રોમાંચિત થઈ ઊઠશો. સેક્સની શરૂઆતમાં પાર્ટનરના થતા સિસકારાનાં એક્સપ્રેશન જોઈને તમારામાં એક અજીબ પ્રકારની ઉત્તેજના વ્યાપશે, જે તમને સેક્સની એક નવી જ દુનિયામાં લઈ જશે.

વેરાઇટી

જેવી રીતે રોજબરોજની જિંદગીમાં વેરાઇટીની જરૂરિયાત રહે છે, તેવી જ રીતે સેક્સમાં પણ કંઈક નવું ઉમેરાતું રહેવું જોઈએ. જો તમારો પાર્ટનર કોઈ નવી પોઝિશનમાં સેક્સ કરવાની ઇચ્છા રાખે તો તમારે તુરંત હા પાડી દેવી જોઈએ. સેક્સ દરમિયાન શક્ય હોય તો બેડની સામે એક મોટો અરીસો મૂકી શકાય જેથી અન્ય પોઝિશનમાં તમે તમારા પાર્ટનરને માણી રહેલા હાવભાવને જોવાનો લુત્ફ ઉઠાવી શકાય.

સેક્સુઅલ ફેન્ટસી

જો તમે સેક્સને બે ગણા ઉત્સાહથી એન્જોય કરવા માગતા હો તો તમારા પાર્ટનરને સેક્સુઅલ ફેન્ટસી વિશે જરૂરથી બતાવો. પોતાના સાથીને આકર્ષિત કરવા માટે તેની સેક્સુઅલ ફેન્ટસીને પૂરી કરવામાં તેને સહયોગ આપો. સ્ત્રીઓએ તે ન ભૂલવું જોઈએ કે પુરુષોની સૌથી વધુ રુચિ સેક્સ પ્રત્યે હોય છે. સ્ત્રીઓએ પણ બેજિજક પુરુષો સાથે સેક્સુઅલ ફેન્ટસી શેર કરવી જોઈએ.

Share This