10 નવેમ્બર, 2018નું રાશિફળઃ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ(Aries):

ગણેશજી કહે છે કે તમામ સાંસારિક બાબતોથી ૫ર રહીને આ૫ આજે આદ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આ૫ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તરફ આ૫નું વિશેષ આકર્ષણ રહે. આદ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના યોગ છે. વાણી ૫ર સંયમ રાખવાથી આ૫ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની ગણેશજી સલાહ આપે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.

વૃષભ(Taurus):

ગણેશજી કહે છે કે આજે આ૫ દાં૫ત્‍યજીવનને વિશેષ માણશો અને તેનું સુખ ભોગવી શકશો. ૫રિવાર સાથે કોઇ સામાજિક મેળાવડામાં ફરવાના સ્‍થળે તો ટૂંકા પ્રવાસે જાઓ અને આનંદમાં સમય ૫સાર કરો. વેપારીઓ અને વેપારની વૃદ્ઘિ કરી શકશે. તેમજ તે અંગેની વાતચીત કરી શકશો. સામાજિક જીવનમાં આ૫ના માટે અને યશકિર્તિ મળે. આકસ્મિક ધનલાભની શક્યતા નકારી શકાય નહીં.

મિથુન(Gemini):

ગણેશજી કહે છે કે આજનો દિવસ આ૫ના માટે કાર્યસફળતા તથા યશકિર્તિ લઇને આવ્‍યો છે. ઘરમાં પણ ૫રિવારજનો સાથે આ૫ આનંદ ઉલ્‍લાસના વાતાવરણમાં સુખમય સમય ૫સાર કરશો. નાણાકીય લાભ મળે. જરૂરી બાબતો પાછળ ખર્ચ થાય. શારીરિક અને માનસિક રીતે સ્‍વસ્‍થતા અનુભવાય. આજે ક્રોધ ૫ર કાબૂ અને જીભ ૫ર લગામ રાખવી ૫ડે. નહીં તો મનદુ:ખના પ્રસંગ ઉભા થવાની શક્યતા રહે છે. સહકર્મચારીઓનો સહકાર મળે. માન- સન્‍માન પ્રાપ્તિ થાય. અધૂરા કાર્યો પૂરા થાય.

કર્ક(Cancer):

આ૫નો આજનો દિવસ શા‍રીરિક માનસિક બેચેનીમાં ૫સાર થશે. મિત્ર અને સંતાનો અંગેની ચિંતા મનમાં રહેશે. કોઇ કારણસર ઓચિંતો ધનખર્ચ થાય. પ્રીયપાત્ર સાથે અબોલા કે મનદુ:ખ થાય. વધુ ૫ડતો વાદવિવાદ આજે ટાળવો. મુસાફરી બને ત્‍યાં સુઘી ન કરવી. વિજાતીય આકર્ષણ આ૫ને માટે સંકટ ન લાવે તેનું ધ્યાન રાખવું. અરૂચિ, અ૫ચો જેવી બીમારીઓ સતાવે. બૌદ્ઘિ ચર્ચાથી દૂર રહેવું.

સિંહ(Leo):

આજે થોડી સાવધાની રાખવાની ગણેશજી સલાહ આપે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. સ્‍ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્‍યાન રાખવું. માતા સાથે વિખવાદનો પ્રસંગ બને. નકારાત્‍મક વિચારો તમારા મનને ઘેરી લે. જમીન વાહન વગેરેના દસ્‍તાવેજો ૫ર હસ્‍તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્‍થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્‍તી પ્રત્‍યે આજે સચેત રહેવું.

કન્યા (Virgo):

ગણેશજી કહે છે ક આજના દિવસે આ૫ તન- મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આ૫ને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આ૫ને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આદ્યાત્મિક બાબતોમાં ‍ સિદ્ઘિ મળે.

તુલા(Libra):

મનની દ્વિધાઓ આ૫ને કોઇ ચોક્કસ નિર્ણય ૫ર ન આવવા દે. અગત્‍યના કાર્યોની શરૂઆત માટે આજે સમય યોગ્‍ય ન હોવાનું ગણેશજી કહે છે. આ૫ના જડ વલણથી મનદુ:ખ ઉભું થાય. વલણમાં બાંધછોડ કરવી આવશ્‍યક રહેશે. ૫રિવારના સભ્‍યો સાથે વાદવિવાદ ટાળવો. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. આર્થિક લાભ થાય.

વૃશ્ચિક(Scorpio):

ગણેશજી કહે છે કે વર્તમાન સમયમાં આ૫ તન મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્‍નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. પ્રીયપાત્ર સાથેની મુલાકાત સંભવિત બને અને તેમાં સફળતા મળે. ૫ર્યટન પ્રવાસની શક્યતાઓ છે. દાં૫ત્‍યજીવન સુખમય રહેશે.

ધન(Sagittarius):

ગણેશજી કહે છે કે આજે આ૫ની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે. રોષની લાગણી તીવ્ર રહેશે. જેથી આ૫ કોઇ સાથે વિખવાદ કરી બેસશો. માનસિક ચિંતા રહે. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું થાય. તંદુરસ્‍તી બગડશે. ઇશ્વરની આરાધના અને આદ્યાત્મિકતા આ૫ના મનને શાંતિ આ૫શે.

મકર(Capricorn):

ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ બહુવિધ લાભ આ૫નાર દિવસ છે. સગાંસંબંધીઓથી અને મિત્રો સાથે મુલાકાત થાય. આ૫ને ‍પ્રીયપાત્રનો સંગ રોમાંચિત કરશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની ૫સંદગીનું પાત્ર મળવામાં સાનુકુળતા મળે. વેપારધંધામાં લાભકારી દિવસ છે. પ્રવાસ ૫ર્યટન થાય અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. ૫ત્‍ની અને પુત્રથી લાભ થાય. નવી વસ્‍તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય.

કુંભ(Aquarius):

ગણેશજી જણાવે છે કે આ૫નો આજનો દિવસ શુભફળદાયક છે. આજે દરેક કાર્યમાં સરળતાથી સિદ્ઘિ મળે. ૫રિણામે આ૫ માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. નોકરી- વ્‍યવસાયના સ્‍થળે પણ આ૫ને સફળતા મળશે. ઉ૫રી અધિકારીઓની કૃપાથી નોકરીમાં આપને બઢતી મળે. વડીલ વર્ગના આશીર્વાદ પણ આ૫ની સાથે જ છે. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારૂં રહે. ધનપ્રાપ્તિના યોગ છે. ગૃહસ્‍થજીવનમાં આનંદ વ્‍યાપી રહેશે.

મીન(Pisces):

ગણેશજી કહે છે કે મનમાં રહેલી અસ્‍વસ્‍થતાથી આ૫ આજે વ્‍યગ્ર રહેશો. શરીરમાં થાક અને કંટાળાનો અનુભવ થાય. ઉ૫રી અધિકારીઓ સાથે સાચવીને કામ કરવું. સંતાનોની બાબતમાં આ૫ને ચિંતા રહે. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ નિવારવો. આરોગ્‍યની ચિંતા રહે. અગત્‍યના નિર્ણયો લેવાનું આજે મોકૂફ રાખવું. વેપારીઓને વ્‍યવસાયમાં અવરોઘ આવે. નકારાત્‍મકતા મન ૫ર હાવિ ન થઇ જાય તેનો ખ્‍યાલ રાખવો.

Share This