વિદેશી નામ વાળી આ 10 બ્રાન્ડેડ કંપની વાસ્તવ માં છે ભારતીય, જેને લોકો વિદેશી સમજે છે

જ્યારે પણ આપણે શોપિંગ કરવા જઈએ છીએ તો ખાસ કરી ને કપડાં, તો લેવા માં ઘણું પરખીએછીએ પરંતુ જો કોઈ શોપકીપરકોઈ બ્રાન્ડેડ કંપની નું નામ લઇ લે તો આપણે વગર કોઈ મોલ તોલ કરે એને ખરીદી લઇએ છીએ. મોટા બ્રાન્ડ ની અસર ખરીદી માં ઘણી પડે છે અને એમાં આપણ ને સામાન્ય રીતે કોઇ ફરિયાદ પણ નથી હોતું. જ્યારે પણ લોકો શોપિંગ કરવા માટે જાય છે તો એને દેશી થી વધારે વિદેશી અને બ્રાન્ડેડ વસ્તુઓ પસંદ આવે છે. એવું માનવા માં આવે છે કે ભારતીય બ્રાન્ડ વિદેશી બ્રાન્ડ ને ટક્કર આપવા માં માત ખઈ જાય છે અને હંમેશા સ્ટાઇલ ને વિદેશી બ્રાન્ડ ના લેવલ ઉપર જોવા માં આવે છે. પરંતુ ભારત ની જ કેટલીક એવી બ્રાન્ડેડ કંપની છે જેને સામાન્ય લોકો વિદેશી કંપની માને છે અને એનું વેચાણ પણ ઘણું સારું થાય છે. દેશી નામ વાળી આ 10 બ્રાન્ડેડ કંપની વાસ્તવ માં છે ભારતીય,શું તમેઆ બ્રાન્ડ ના પ્રોડક્ટવાપરો છો?


વિદેશી નામ વાળી આ 10 બ્રાન્ડેડ કંપની વાસ્તવ માં છે ભારતીય

આજે અમે તમને કેટલીક એવી બ્રાન્ડ્સ ના વિશે બતાવવા જઈ રહ્યા છીએ જેમના નામ તો વિદેશી છે પરંતુ એ સંપૂર્ણ સ્વદેશી છે. આ દેશી બ્રાન્ડસ ને આજ સુધી અડધા થી વધારે લોકો વિદેશી સમજે છે અને આ જ બ્રાન્ડ નો ઉપયોગ આગળ પણ કરે છે વિદેશી બ્રાન્ડ સમજી ને.

એલેન સોલ્લી

એલેન સોલ્લી (Allen Solly) આખા દેશ માં લોકપ્રિય બ્રાન્ડ છે, એની એડ પણ કંઈક એવી છે લોકો એને વિદેશી સમજે છે, પરંતુ એના નામ ના કારણે જ એ એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે. વાસ્તવ માં એ આદિત્ય બિરલા ગ્રુપ ની સહાયક કંપની છે અને એને મદૂરા ગારમેન્ટ ના લાયસન્સ ની અંદર બનાવવા માં આવે છે.

દા મિલાનો


દા મિલાનો (DaMilano)એક ભારતીય બ્રાન્ડ નથી લાગતું પરંતુ એ સંપૂર્ણ રીતે ભારતીય કંપની છે. એક ઇટાલિયન બ્રાન્ડ ઈટાલીયા ની જેમ લાગવાના કારણે એ ભારત અને વિદેશો માં ચામડાં ના સામાન ની ઘરેલૂ વસ્તુઓ બનાવે છે. આ કંપની માં બનવાવાળી બધી આઇટમ ભારત માં નિર્માણ પામે છે.

ફ્લાઇંગ મશીન

ફ્લાઇંગ મશીન (Flying Machine)ભારત નું પહેલું હોમ ગ્રાઉન્ડ ડેનિમ બ્રાન્ડ છે જેને વર્ષ 1980 માં અરવિંદ લાઈફ સ્ટાઇલ બ્રાન્ડલિમિટેડ દ્વારા લોન્ચ કરવા માં આવ્યું હતું.

લા ઓપાલા

લા ઓપાલા (La Opala)હાઈ એન્ડ ટેબલવેર બનાવે છે એ ભારત માં અગ્રણી ક્રોકરી બ્રાન્ડ માથીએક છે અને એનું નામ ફ્રેન્ચ ની જેમ લાગે છે,પરંતુ આ સંપુર્ણ રીતે ભારતીય બ્રાન્ડ છે અને હેડ ઓફિસ કલકત્તા માં છે.

લેકમે

લેક્મે (Lakme) અગ્રણી ભારતીય કોસ્મેટીક બ્રાન્ડ્સ માંથી એક છે અને આનું સ્વામિત્વ હિંદુસ્તાન યુનીલીવર છે. એ વાસ્તવ માં ટાટા ઓઇલ મિલ્સની 100 % સહાયક કંપની ના રૂપ માં શરૂ થયું હતું એને પોતાના નામ ફ્રાંસીસી ઓપેરા લેક્મે થી પ્રેરણા સ્વરૂપે મળ્યું છે.

અમૃત સિંગલ માલ્ટ


અમૃતસિંગલ માલ્ટ દુનિયા માં સૌથી સારા સિંગલ માલ્ટવિસ્કી માંથી એક છે. આ બ્રાન્ડ ને બ્રૂડ બોટલ માં બંધ કરવા માં આવે છે. અને આની કાર્યપ્રણાલી બેંગલોર માં થાય છે.

હાઈડિઝાઇન

હાઈડિઝાઈન (HiDesign)સંપૂર્ણ રીતે ભારતીય છે અને એનો હેડ ઓફિસ તમિલનાડુ ના પૉંડિચેરી માં આવેલું છે. એ જુદા જુદા દેશો માં સારી ક્વોલિટી વાળા બેગ અને બીજા લેધર ના સામાન નું ઉત્પાદન કરે છે.

લુઇ ફિલિપ

આ બ્રાન્ડ નું નામ ફ્રાંસીસી રાજા લુઇ ફિલિપ ના નામ થી પ્રેરિત થઈ ને રાખવા માં આવ્યું છે. આ એક ભારતીય બ્રાન્ડ છે ને જેને વર્ષ 1989 મા લોન્ચ કરવા માં આવ્યું હતું. આ કંપની નું સ્વામિત્વ મદૂરા ફેશન અને લાઈફ સ્ટાઈલ છે.

પીટર ઇંગ્લેન્ડ

પીટર ઇંગ્લેન્ડ (Peter England)સંપૂર્ણ રીતે મેલ બ્રાન્ડ ના કપડાં ને ડિઝાઇન કરે છે. એને અંગ્રેજી નામ આપવા માં આવ્યું છે કારણકે આમાં ભારતીય વિદેશી ઉત્પાદકો ની મિશ્રતા જોવા મળે છે. વાસ્તવ માં,આનો સ્વામિત્વ મદૂરા ફેશન અને લાઈફ સ્ટાઈલ કરે છે જે આદિત્ય બિરલા નૂવો લિમિટેડ ના આધિપત્ય માં આવે છે.

મોન્ટે કાર્લો

મોન્ટે કાર્લો (Monte Carlo)ની સ્થાપના વર્ષ 1984 મા થઈ હતી, જેની અંતર્ગત પુરુષો અને સ્ત્રીઓ માટે ફેશનેબલડ્રેસીસ બનાવવા માં આવે છે. ભારતીયો ની વચ્ચે વિદેશી બ્રાન્ડ ના આકર્ષણ ને ધ્યાન માં રાખી ને એને ઇટાલિયન નામ આપવા માં આવ્યું છે. આ કંપની નો હેડ ઓફિસ પંજાબ ના લુધિયાણા માં છે અને આ 100% ભારતીય બ્રાન્ડ છે.

Share This