શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે ફિલ્મો ? 90% લોકોને નથી ખબર આ વાત – તમે જરૂર જાણો

બોલીવુડ આખા અઠવાડિયા માં માત્ર શુક્રવાર ની રાહ જુએ છે કેમકે આ દિવસે ફિલ્મો રિલીઝ થાય છે. ફિલ્મો ના શોખીન લોકો આ દિવસ ની રાહ જોતા હોય છે કારણ કે ફિલ્મ જોવા જઈ શકે. વર્ષ 1960 ના પછી બોલિવૂડ માં આ ટ્રેન્ડ ની શરૂઆત થઈ જેમાં ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થાય છે. ઘણા લોકો ના મન માં આ સવાલ થાય છે કે આખરે શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે ?શું આની પાછળ કોઈ ખાસ કારણ છે કે પછી એમ જ. આ ટ્રેન્ડની શરૂઆત હોલિવૂડ માં શરૂ થઈ જેને આજે પણ ત્યાં ફોલો કરવામાં આવે છે પરંતુ ભારત ની ફિલ્મો શુક્રવારે જ રિલીઝ થાય એવું શરૂઆત માં નહોતું થતું. ભારતીય સિનેમા માં કેમ શરૂ થયું શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ,ચાલો બતાવીએ અમે તમને આ ખાસ આર્ટિકલ માં.

આખરે શુક્રવારે જ કેમ રિલીઝ થાય છે ફિલ્મો ?

હોલિવૂડ માં આ ટ્રેન્ડ ની શરૂઆત 1939 માં થઈ જ્યારે ત્યાં ફિલ્મ ગોન વિથ ધ વિન્ડરિલીઝ થઈ. આ ફિલ્મને શુક્રવારે રિલીઝ કરવા માં આવી અને આનો ફાયદો શનિવાર અને રવિવારે મળ્યો. આ વાત ત્યાં ના ફિલ્મમેકર્સ ને ફાયદાવાળી લાગી ત્યારથી જ ત્યાં ફિલ્મો શુક્રવારે રિલીઝ કરવા માં આવવા લાગી. ભારત માં શુક્રવારે ફિલ્મ રિલીઝ કરવાનો ટ્રેન્ડ વર્ષ 1960 મા ફિલ્મ મુગલે આઝમ ને રિલીઝ કરીને શરૂ કરવામાં આવ્યું. આ ફિલ્મ ને પણ ઘણો સારો રિસ્પોન્સ મળ્યો જેમાં શનિવાર અને રવિવાર નો મોટો હાથ હતો. વાસ્તવ માં ઘણા લોકો ના સરકારી અથવા તો પ્રાઇવેટ ઓફિસ શનિવાર અને રવિવારે બંધ રહે છે, આની સાથે જ કેટલાક લોકો ને માત્ર રવિવારે રજા હોય છે. આનો ફાયદો માણસ પોતાના મિત્રો,પરિવાર વાળાઓ અને કોઈ ખાસ ની સાથે ફિલ્મ જોઈને ઉઠાવે છે. આમાં બે ફાયદા થાય છે લોકોનું મનોરંજન પણ થઈ જાય છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં ફિલ્મો પૈસા પણ સારા કમાવી લે છે. ત્યાર થી જ બોલિવૂડ ની દરેક ફિલ્મો શુક્રવારે જ રિલીઝ કરવામાં આવવા લાગી કેમકે ઇન્ડસ્ટ્રી ને વીક એન્ડ નો પૂરેપૂરો ફાયદો મળે છે. આના સિવાય હિન્દુ માન્યતા પ્રમાણે શુક્રવાર નો દિવસ માં લક્ષ્મી નો હોય છે એટલા માટે નિર્માતા ફિલ્મ શુક્રવારે રિલીઝ કરાવી ને પોતાની ફિલ્મો થી સારો કારોબાર કરવાનું ઇચ્છે છે અને આમાં કંઈ ખોટું પણ નથી.

કેટલાક સ્ટાર ની ફિલ્મ રિલીઝ બુધવાર અથવા ગુરુવારે પણ થાય છે

બોલિવૂડ માં બધાની પોતાની બોલબાલા હોય છે. ઈન્ડસ્ટ્રી માં જો કોઈ મોટો સ્ટાર છે તો ફિલ્મ ની સ્ટાર કાસ્ટ થી લઈને ફિલ્મ ની રિલીઝ સુધી ની દરેક બાબત માટે સલાહ ફિલ્મ ના એક્ટર થી લેવામાં આવે છે. બોલિવૂડમાં સલમાન, શાહરૂખ અને આમિર ખાન એવા મોટા અભિનેતા છે જે પોતાની ફિલ્મો બુધવાર અને ગુરુવારે અથવા કોઈ તહેવાર ઉપર રિલીઝ કરાવે છે, જેનાથી એમની ફિલ્મો ને મોટો પ્રોફિટ થઈ શકે. એ પોતાની ફિલ્મની રિલીઝ માટે શુક્રવાર નો નહીં પરંતુ કોઇ મોટા તહેવાર ની રાહ જુએ છે. જેવી રીતે સલમાન પોતાની ફિલ્મો માટે હંમેશા ઈદ, સાહરુખ પોતાની ફિલ્મો માટે હંમેશા દિવાળી,અને આમિર પોતાની ફિલ્મો માટે હંમેશા ક્રિસમસનો ટાઈમ સિલેક્ટ કરે છે. આમની ફિલ્મો ની રિલીઝ આ તહેવારો પર થાય છે અથવા તો એક-બે દિવસ આગળ રિલીઝ થઈ જાય છે અથવા તો એક બેદિવસ પાછળ, પછી એ દિવસ કોઈપણ હોય.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This