પંદર દિવસ સુધી બીમાર રહે છે જગન્નાથ, બંધ રહે છે મંદિરનાં દ્વાર અને રસોડું

તાવ અને બીમારીઓનો ભોગ માત્ર માણસો જ બને છે એવું નથી ભગવાનને પણ આ દુ:ખ માંથી પસાર થવું પડે છે. વર્ષમાં એકવાર ભગવાન જાતે બીમારીનો ભોગ બને છે. આખી દુનિયાને રોગો માંથી મુક્તિ અપાવનાર ભગવાન જગન્નાથ પણ જેઠ માસની સ્નાન પૂર્ણિમાના દિવસે બીમાર પડી જાય છે. ભગવાન પણ ભક્તોની જેમ જ પોતાનો ઈલાજ કરાવે છે. તેમને દવા રૂપે ઉકાળા આપવામાં આવે છે. ભગવાન જગન્નાથ પંદર દિવસ સુધી આરામ કરે છે અને ભક્તોને દર્શન આપતા નથી. આ જ કારણે ભગવાન જગન્નાથનાં દ્વાર પણ પંદર દિવસ બંધ રહે છે.

આ સમય દરમિયાન ભગવાનને ફળોનો જ્યૂસ, દવાઓ અને દલિયા નો ભોગ ધરાવવામાં આવે છે. ભગવાન જગન્નાથ એકદમ સ્વસ્થ્ય થઈને રથ પર સવાર થઈ ભક્તોને મળવા નીકળે છે. જે જગન્નાથની રથયાત્રા તરીકે ઓળખાય છે. આ રથયાત્રા અષાઢ માસની સુદ પક્ષની બીજના દિવસે જ નીકળે છે. આ વર્ષે રથયાત્રા 14 જુલાઇ, 2018ના રોજ છે.

કેમ બીમાર પડે છે ભગવાન જગન્નાથ?

ઉડીસા ના જગન્નાથ પૂરીમાં ભગવાન જગન્નાથના એક ભક્ત માધવ દાસજી. માધવદાસજી રહેતા હતા અને તે દરરોજ ભગવાનના ભજન કર્યા કરતા હતા. તેઓ રોજ ભગવાન જગન્નાથના નાં દર્શન કરતા અને પોતાની જ મસ્તીમાં મસ્ત રહેતા હતા. તેમને સંસારિક જીવનની કોઇ જ મોહમાયા નહોંતી. પ્રભુ પણ માધવજી સાથે લીલાઓ કરતા અને તેમને ચોરી કરતાં શીખવાડતા હતા.

એક દિવસ માધવ દાસજીની તબીયત ખરાબ થઈ એટલે તેમને ઉલટીઓ અને પેટમાં દુખવા લાગ્યું. તેમનામાં ખૂબજ અશક્તિ આવી ગઈ તેથી તેમને બેસવા-ઉઠવામાં પણ તકલીફ પડવા લાગી. માધવજી તેમનાં બધાં જ કામ જાતે જ કરતા હતા, કોઇ ની પણ મદદ લેતા નહોંતા. જે પણ વ્યક્તિ તેમની મદદ કરવા આવતી તેને પણ કહેતા કે, ભગવાન જગન્નાથ જાતે જ તેમની રક્ષા કરશે.

જોત જોતામાં તેમની તબીયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે, મળ-મૂત્ર નો પણ વસ્ત્રોમાં જ ત્યાગ કરી દેતા. ત્યારે ભગવાન જગન્નાથ જાતે જ સેવક રૂપે માધવદાસજી પાસે તેમની સેવા કરવા માટે પહોંચ્યા. તેઓ માધવદાસજીનાં ગંદાં વસ્ત્રો પણ પોતાના હાથે સાફ કરતા અને સંપૂર્ણ સેવા કરતા. તેમણે ભક્તની એટલી સેવા કરી, જેટલી ભાગ્યે જ કોઇ વ્યક્તિ કરી શકે.

માધવદાસજી સ્વસ્થ્ય થયા અને તેમને હોશ આવ્યો ત્યારે તેઓ ભગવાનને તરત જ ઓળખી ગયા અને પૂછ્યું કે, “પ્રભુ, તમે તો ત્રિભોવન ના સ્વામી છો, તમે ઇચ્છત તો મારો રોગ પણ મટાડી શકતા હોત, તો તમે કેમ આટલી બધી સેવા કરી મારી?” ત્યારે ભગવાન જગન્નાથે કહ્યું, “જુઓ માધવ, મારા થી ભક્તનું દુ:ખ દેખ્યું ન ગયું એટલે મેં જાતે જ તમારી સેવા કરી. નસીબમાં જે લખેલું હોય તો, તેને ભોગવવું જ પડે છે અને જો આ જન્મમાં તે ચૂકાઇ જશે તો, તે ભોગવવા માટે બીજો જન્મ લેવો પડશે. માટે મેં તારી સેવા કરી. છતાં પણ તું કહે છે તો, હું ભક્તની વાત નહીં ટાળું. હજી તારા નસીબમાં પંદર દિવસની બીમારી લખેલી છે, માટે આ પંદર દિવસની બીમારી મને આપી દે.” માધવદાસજીની પંદર દિવસની બીમારી ભગવાન જગન્નાથે લઈ લીધી, ત્યારથી ભગવાન પંદર દિવસ બીમાર રહે છે.

ત્યાર થી આજ દિન સુધી આ જ ચાલ્યું આવે છે. વર્ષમાં એકવાર ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. જે સ્નાનયાત્રા તરીકે ઓળખાય છે. સ્નાનયાત્રા બાદ પંદર દિવસ માટે જગન્નાથ બીમાર રહે છે અને મંદિરનાં કપાટ બંધ રહે છે. ભગવાનનું રસોડું પણ બંધ રહે છે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This