ઉકાળેલી ચા પત્તી ને ભૂલી ને પણ ફેંકવાની ભૂલ ના કરો, સોના થી પણ વધારે કિંમતી છે આના ફાયદા

દુનિયા માં એવી ઘણી બધી વસ્તુઓ છે,જે આપણાં માટે સૌથી વધારે કિંમતી સાબિત થઈ શકે છે પરંતુ,એના વિશે સાચું જ્ઞાન ના હોવા ના કારણે આપણે એની ઉપયોગિતા નથી સમજી શકતા અને એમને વેડફી નાખીએ છીએ. આમાં થી આજે અમે તમને એક એવી વસ્તુ ના વિશે બતાવવા જઇ રહ્યા છીએ જે તમારા માટે કચરા ના સમાન છે જ્યારે એની સાચી કિંમત ઘણા તોલા સોના થી પણ વધારે છે. આ કોઈ બીજી વસ્તુ નથી પરંતુ એ જ ચા છે જે આજે તમારી ટેવ બની ગઈ છે.

સવારે ઉઠતાં જ તમે પણ મારી જેમ કદાચ ચા પીવા નું પસંદ કરતાં હશો. અથવા ચા ને થાક દૂર કરવા માટે એનર્જી ડ્રિંક ની જેમ પણ પીતા હશો. ચા આપણાં જીવન નો એક ભાગ બની ગઈ છે. પરંતુ આપણે બધા ચા બનાવ્યા પછી ઉકાળેલી ચા પત્તી ને ફેંકી દઈએ છીએ કેમકે આપણાં હિસાબ થી હવે એનો કોઈ ફાયદો રહ્યો નથી. પરંતુ તમે બધા જાણતા નથી ઉકાળેલી ચા પત્તી ના વિભિન્ન પ્રકાર ના ફાયદા છે. તો આજે અમે તમને ઉકાળેલી ચા ના ફાયદા બતાવીશુ. ચાલો શરૂ કરીએ સમય વેડફયા વગર –

ઘા ને ભરવા માટે

મિત્રો ઉકાળેલી ચા પત્તી માં એ તત્વો હોય છે જે મોટા થી મોટા ઘા ને જલ્દી ભરવા ની ક્ષમતા રાખે છે,એના થી ઘા જલ્દી સારા થઈ જાય છે. વિચારો મિત્રો જો આપણે ચા પત્તી થી મોટા મોટા ઘા ની દવા બનાવી શકતા હોઈએ તો પછી શું કરવા હોસ્પિટલો ની મોંઘી ફી ભરીએ. સાઇંટિસ્ટ આના પર પણ પ્રયોગ કરી રહ્યા છે કે ઘા ભરવા માં ચા પત્તી ના સાચો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. અને જે દિવસે આ પ્રયોગ સફળ થઈ જશે એ દિવસ થી દેશ માં ઘણી મુશ્કેલીઓ ઓછી થઈ જશે.

અરીસા ચમકાવવા માટે

હવે તમે વિચારી રહ્યા હશો કે અરીસા ચમકાવવા માં ઉકાળેલી ચા પત્તી નું શું કામ. બચેલી ચા પત્તી માં જો હજુ પાણી નાખી ને એને ગરમ કરવા માં આવે અને એ પાણી ને અલગ કાઢી ને સ્પ્રે બોટલ માં ભરવા માં આવે તો પાણી ગ્લાસ ક્લીનર નું કામ કરી શકે છે. આનો છંટકાવ અરીસા પર કરવા માં આવે અને પછી અરીસો સમાચાર પત્ર થી કે કોઈ સાફ કપડાં થી લૂછી લેવા માં આવે તો અરીસો ચમકવા લાગશે.

છોડ નું ખાતર

વધારે પડતાં ઘરો માં કોઈ ને કોઈ છોડ હોય જ છે અને છોડ ના ખાતર ની જરૂર પડે છે. આવા માં ઉકાળેલી ચા પત્તી ને ખાતર ની જગ્યા એ ઉપયોગ માં લઈ શકાય છે. આના ઉપયોગ થી છોડ સ્વસ્થ રહે છે. આ એક ઘણી મોટી ઉપલબ્ધિ છે,બહાર થી મોંઘા ખાતર ખરીદવા ની જગ્યા એ તમે ઉકાળેલી ચા વાપરો છો તો તમારા ઘણા રૂપિયા બચી જશે. આના ઉપયોગ થી છોડ જલ્દી ઊગે છે.

ફર્નિચર ને કરે સાફ

હાં મિત્રો બરાબર જોયું,તમે ઉકાળેલી ચા નો ઉપયોગ ફર્નિચર સાફ કરવા માટે પણ કરી શકો છો. આવું કરવા માટે ચા પત્તી પાણી માં બે વાર સારી રીતે મેળવી લો. પછી એ પાણી થી ફર્નિચર સાફ કરો. આવું કરવા થી તમારું ફર્નિચર એકદમ નવું લાગવા લાગશે. આનો ફાયદો એ છે કે ફર્નિચર સાફ કરવા માટે બજાર થી કોઈ ફર્નિચર ક્લીનિંગ પ્રોડક્ટ નહીં લાવવું પડે.

તમે આ લેખ “JO BAKA” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

7 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી મંજુરી લેવી જરૂરી છે.
Share This