આ મંદિર માં ઉંદર કરે છે ઇચ્છા પૂરી, મળે છે એઠો પ્રસાદ, જાણો આ અદભુત મંદિર ના વિશે

ચારવા લાગો છો પરંતુ શું તમે આ વાત જાણો છો કે આપણા ભારત દેશ માં એક એવું અનોખું મંદિર છે જેમાં એક નહિ પરંતુ લગભગ 20,000 ઉંદર રહે છે અને અહીંયા આવવા વાળા બધા ભક્તો ને એ જ ઉંદરો દ્વારા એઠો કરેલો પ્રસાદ આપવામાં આવે છે તમે આ વાત ને જાણીને જરૂર હેરાન થઈ ગયા હશો પરંતુ આ વાત એકદમ સાચી છે જ્યાં ભક્તો પોતાની ઇચ્છા પૂરી કરવા માટે ઘંટડી,તાળા અને દોરા બાંધવા ની પ્રથા ને અપનાવે છે ત્યાં જ આ મંદિર ની અંદર પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માટે ઉંદરો થી જોડવામાં આવે છે આ મંદિર ની અંદર એટલા ઉંદર છે કે ભક્તોનું ચાલવું પણ મુશ્કેલ થઈ જાય છે આજે અમે તમને આ અદભૂત મંદિરના વિશે જાણકારી આપવાના છીએ.

આ અનોખું મંદિર રાજસ્થાન ના બિકાનેર માં આવેલું છે આ મંદિર ને કરણી માતા ના મંદિર ના નામ થી ઓળખવા માં આવે છે જેને ઉંદર વાળી માતા અથવા તો ઉંદર વાળું મંદિર પણ કહેવામાં આવે છે આ મંદિર ની અંદર લગભગ 20,000 ઉંદર રહે છે લાખો ની સંખ્યા માં ભક્તો પોતાની ઈચ્છા ને પૂરી કરવા માટે આવે છે એવું માનવા માં આવે છે કે આ મંદિર માતા દુર્ગા નું સાક્ષાત અવતાર કરણી માતા નું મંદિર છે આ ઉંદરો ને જોવા માટે દૂર-દૂર થી લોકો આવે છે આ મંદિર માં વર્ષ માં આવવાવાળી બન્ને નવરાત્રી ઓમાં ઘણી ભીડ જોવા મળે છે નવરાત્રી ના સમયે આ મંદિર ઘણું સુંદર દેખાય છે આ મંદિર ને શણગારવા માં આવે છે અને તહેવાર મનાવવા માં આવે છે.

આ મંદિર ના વિશે એવું બતાવવા માં આવે છે કે માતા કરણી નો જન્મ 1387 મા એક ચારણ ના પરિવાર માં થયો હતો એમનું બાળપણ નું નામ રઘુબાઈ હતું રઘુબાઈ ના લગ્ન સાઠીકા ગામ ના કિપોજીચારણ થી થયા હતા લગ્ન પછી એમનું મન સાંસારિક જીવન માં ન લાગ્યું અને એમણે કિપોજી ચારણ ના લગ્ન પોતાની નાની બહેન ગુલાબ થી કરાવી દીધા અને પોતે માતા ની ભક્તિ માં અને લોકો ની સેવામાં લાગી ગઈ એવું પણ બતાવવામાં આવે છે કે માતા કરણી 151 વર્ષ સુધી જીવતા રહ્યા હતા અને 23 માર્ચ 1538 એ જ્યોતિર્લિંગ થયા હતા જ્યારે માતા કરણી જ્યોતિર્લિંગ થઈ તો એના પછી ભક્તોએ એમની મૂર્તિ ની સ્થાપના કરી અને એમની પૂજા કરવાનો આરંભ કરી દીધું જે આજ સુધી કરવામાં આવે છે.

જ્યારે તમે આ મંદિર ની અંદર પ્રવેશ કરશો તો તમને બધી જગ્યા એ ઉંદર નજર આવશે અને આ તમારા શરીર ઉપર ઉછળકૂદ પણ કરશે જેના કારણે તમને આ મંદિર માં ચાલવા માટે પોતાના પગને ઘસડાવું પડશે જેના કારણે કોઇ ઉંદર તમારા પગની નીચે દબાઈ ના જાય જો તમે પોતાનો પગ ઉઠાવ્યો અને તમારો પગ કોઈ ઉંદર ઉપર પડી ગયો તો એ અપશુકન માનવામાં આવે છે એવું પણ બતાવવામાં આવે છે કે જો એક પણ ઉંદર તમારા પગ ની ઉપર થી થઈને પસાર થાય છે તો તમારા ઉપર દેવીની કૃપા થાય છે.

આ મંદિર ની ખાસ વાત એ છે કે આ મંદિર માં સવારે ૫વાગ્યે મંગળા આરતી થાય છે અને સાંજે  7 વાગે આરતી થાય છે આ સમયે ઉંદર પોતાના દર માંથી બહાર નીકળે છે અને જે માતા ને પ્રસાદ ચઢાવવા માં આવે છે સૌથી પહેલા ઉંદર ગ્રહણ કરે છે એના પછી આ પ્રસાદ ભક્તો ની વચ્ચે વહેંચવા માં આવે છે આ ઉંદર ની સુરક્ષા માટે ઝીણી જાળી પણ લગાવવામાં આવી છે જેના કારણે કોઇ બાજ, ગીધ, અથવા તો બીજું કોઈ પ્રાણી એમને નુકસાન ન પહોંચાડી શકે.

કરણી માતા ના મંદિર માં રહેવાવાળા ઉંદર માતા ની સંતાન માનવા માં આવે છે માતા કરણી ની કથા પ્રમાણે એકવાર માતા કરણી નો સોતેલો પુત્ર એટલે કે એમની બહેન ગુલાબ અને એમના પતિ નો પુત્ર લક્ષ્મણ કોલાયત માં આવેલા કપિલ સરોવરમાં પાણી પીવાના પ્રયત્ન માં ડૂબવા થી એમનો જીવ જતો રહ્યો હતો જ્યારે કરણી માતા ને આ વાત ની જાણકારી થઈ તો એમણે યમદેવતા થી એને ફરી વાર જીવિત કરવાની પ્રાર્થના કરી પહેલાં તો યમદેવતા એ એમની વાત માનવા થી સાફ ના પાડી દીધી પરંતુ પછી એને ઉંદર ના રૂપમાં ફરી જીવિત કરી દીધું હતું.